લીંબડી: સૌરાષ્ટ્ર નું છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેર માં ભફૈયા આશ્રમ તથા તમામ પ્રસિદ્ધ શિવાલયોમાં મહાશિવરાત્રી ની ઉજવણી કરાઇ
લીંબડી શહેર માં નવ નાથ ના બેસણા છે તેમજ કુલ 15 થી વધુ પ્રસિદ્ધ શિવાલયો આવેલા છે. મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે લીંબડી ભફૈયા આશ્રમ રામરત્નેશ્ચર મહાદેવ, ફુલનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ વગેરે સ્થળોએ મહાઆરતી અને ભજન સંતવાણી નુ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવાર થી દિવસ ભર દર્શનાર્થી ઓ ની ભીડ ઉમટી હતી.