માંગરોળ–કેશોદ રોડ પર અકસ્માત માંગરોળ–રાજકોટ રૂટની એસ.ટી. બસ અને બાઇક વચ્ચે અકસ્માત બન્યો હતો. બાઇક પર સવાર ત્રણ બાળકો સહિત મહિલા અને પુરુષને પગ અને હાથ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બાઇક સવાર માંગરોળના વતની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.