હાલોલ: હાલોલ વડોદરા હાઈવે રોડ ઉપર આણંદપૂરા નજીક બાઇક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો
હાલોલ-વડોદરા હાઈવેના સર્વિસ રોડ ઉપર આણંદપૂરા નજીક આજે શનિવારે બપોરના સમયે બાઇક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક યુવક ગંભીર રીતે ઘવાયો હતો, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાઇક પર સવાર યુવક હાલોલ તાલુકાના અભેટવા ગામનો રાકેશ રમેશભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે.