વડોદરાના માણેજા ક્રોસિંગથી જામ્બુવા તરફ જતા મુખ્ય માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવેલી બાઈકના ચાલકે એક મહિલા અને બે બાળકીઓને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એક નાની બાળકીની હાલત ગંભીર બનતા તેને સારવાર માટે તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, એસએસજી હોસ્પિટલમાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.
ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માતના સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે...
Udhna, Surat | Aug 28, 2026