હાલોલ: હાલોલ કોર્ટમાં સોગંદનામાવાળી અરજીમાં છેડછાડ મામલે પ્રેક્ટિસિંગ વકીલના જામીન નામંજૂર,ત્રણ દિવસના રિમાન્ડ બાદ કસ્ટડીમા
હાલોલ ખાતે આવેલી એડીશનલ સેશન્સ કોર્ટમાં સોગંદનામાવાળી અરજીમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજ રજૂ કર્યાનો ગંભીર બનાવ સામે આવતા ચકચાર મચી હતી.જાણકારી મુજબ પ્રેક્ટિસિંગ વકીલ દ્વારા જામીન અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા તા.20 મે બુધવારના રોજ જામીન અરજી નામંજૂર કરવામાં આવતા તેમના ઉપર કાયદાનો ગાળિયો વધુ કસાયો છે.