અબડાસા: ભાજપના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત અબડાસા તાલુકામાં રાજકીય ગરમાવો જો
Abdasa, Kutch | Apr 11, 2026 ભાજપના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત અબડાસા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આજે અબડાસા તાલુકા ભાજપા મંડળના નેતૃત્વમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ વાજતે-ગાજતે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. પક્ષના કાર્યકરો અને સમર્થકોની જંગી મેદની વચ્ચે ભાજપે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે.