ભચાઉ: પવનચક્કીમાં ચોરી કરેલા કોપર વાયર સાથે 2 આરોપીને લાકડિયા પોલીસે ઝડપી પાડ્યા
Bhachau, Kutch | Feb 6, 2026 લાકડિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આજે શુક્રવારે બાતમીના આધારે પવનચક્કીમાં ચોરી કરેલા કોપર વાયર સાથે આરોપી નવીન કોલી અને નરેશ કોળીને ઝડપી પાડ્યા હતા. લાકડિયા પોલીસે કોપર વાયર અને મોબાઈલ સહિત કુલ 24 હજારથી વધુની કિંમતનો મુદામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી