પોશ વિસ્તાર બોડકદેવમાં પોલીસે દરોડો પાડીને એક કરોડોના બંગલામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી રુપીયા ૮.૮૮ લાખની કિંમતની ૨૦૦ ઇંગ્લિશ દારૂની બોટલો અને ૪૮ બિયરના ટીન જપ્ત કર્યા છે. હરિયાણાથી ટ્રોલી બેગમાં દારૂ લાવી અહીં વેચવાના કૌભાંડમાં પોલીસે કિરણ ભાટિયા અને તેના પુત્ર કવિસ ભાટિયાની ધરપકડ કરી છે.