દાહોદ જિલ્લાના પીપલોદમાં ગોકુળ આઠમનો ભવ્ય મેળો: હજારો લોકો ઉમટ્યા, ખરીદી અને મનોરંજનનો જામ્યો માહોલ
દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ગામે ગોકુળ આઠમ અને જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીપલોદ સહિત આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો મેળાની મજા માણવા તેમજ ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા.
મેળામાં વિવિધ પ્રકારની દુકાનો, રમકડાંની દુકાનો, ખાણી-પીણીના સ્ટોલ સહિત અનેક આકર્ષક સ્ટોલ જોવા મળ્યા હતા. બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર મેળાની મુલાકાત લઈ તહેવારની ઉજવણી કરી હતી. સમગ્ર વિસ્તારમાં જન્માષ્ટમીના પર્વને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
મેળામાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં પીપલોદ ગામની સ્થાનિક પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી હતી. પોલીસની સતર્કતા અને આય�
Dohad, Dahod | Sep 5, 2026