શહેરા: શહેરા વન વિભાગે ખાંડીયા પાસેથી પાસ પરમીટ વગર લાકડા ભરેલું ટ્રેક્ટર પાડી. રૂ.૪ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો
શહેરા પરીક્ષેત્ર વન અધિકારી વી.જી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ખાંડિયા રાઉન્ડના ફોરેસ્ટર અને વન રક્ષકોની ટીમે નાઈટ પેટ્રોલિંગમાં હતી,આ દરમિયાન ખાંડિયાથી ગોધરા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે સામેથી લાકડા ભરેલું એક શંકાસ્પદ ટ્રેક્ટર આવતું દેખાતા ટ્રેક્ટરને ઊભું રખાવી તપાસ કરતા પાસ પરમીટ વગર લીલા તાજા પંચરાઉ લાકડાનો જથ્થો ભરેલો મળી આવતા 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.