હાલોલ: રાણીપુરામાં લગ્ન પ્રસંગમાં લોહીયાળ જંગ,ડીજેના અવાજ અને વીડિયો ઉતારવા બાબતે ધીંગાણું સર્જાયું,સામસામે ફરિયાદ નોંધાઈ
હાલોલના રાણીપુરા સાથરોટા ગામે લગ્ન પ્રસંગ અને ગણપતિના કાર્યક્રમમાં લોહીયાળ સંઘર્ષની ઘટના સામે આવી છે. ડીજેનો અવાજ ધીમો કરવાનું કહેવા બાબતે અને ગરબાનો વીડિયો ઉતારવાની નજીવી બાબતે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં લાકડીઓ અને પથ્થરો ઉછળ્યા હતા. આ મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા હાલોલ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.