સાપુતારા બાદ ડાંગના ગામમાં દીપડાની દહેશત! બોરખેતમાં મરઘાનો શિકાર, CCTV વીડિયો વાયરલ
ડાંગ જિલ્લામાં દીપડાની હિલચાલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બોરખેત ગામમાં શિકારની શોધમાં આવેલા દીપડાએ મરઘાનો શિકાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. ઘરની આસપાસ આવતો-જતો દીપડો CCTVમાં કેદ થયો છે.
શનિવારે સાપુતારામાં પણ દીપડો કેમેરામાં કેદ થયો હતો. બે દિવસ બાદ ફરી ગ્રામીણ વિસ્તારમાં દીપડો જોવા મળતાં ગ્રામજનો અને પ્રવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં દીપડાની હિલચાલને પગલે વન વિભાગે પ્રવાસીઓને સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનમાંથી નીચે ન ઉતરવાની સૂચના આપવામાં આવી છે.
#dang #dangnews #leopard #hotlinenewssm #saputara
Udhna, Surat | Sep 14, 2026