જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસે સ્વિફ્ટ ગાડીમા લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી રૂ.1,68,432 નો મુદામાલ જપ્ત કર્યો,ચાલક ફરાર
જાંબુઘોડા પોલીસે બાતમીના આધારે ડુમા ગામ પાસેથી સ્વિફ્ટ ડિઝાઈર ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત 18,432 રૂ.એક સ્વિફ્ટ ગાડી જેની કિ.1,50,000 મળી કુલ 1,68,432 નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે ગાડી ચાલક ઝાડી ઝાખરાનો લાભ લઈ ફરાર થઈ જતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેની માહિતી આજે તા.29 માર્ચ રવિવારના રોજ સવારે 10 કલાકે ઑનલાઇન FIR ના માધ્યમથી મળવા પામી હતી