માંડવી: માંડવી ખાતે ભગવાન શ્રી જગન્નાથ ની ભવ્ય રથયાત્રા યોજાઈ
Mandvi, Kutch | Jul 16, 2026 માંડવી શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન શ્રી જગન્નાથજીની 30મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી સમગ્ર માહોલ જય જગન્નાથના જય ગોસ સાથે ગુંજી ઉઠ્યો હતો