હાલોલ: પાવાગઢ વડાતળાવ નજીક બાઈક અકસ્માતમાં વાછરડીનુ નીપજ્યુ મોત,ચાલક ગંભીર રીતે ઘાયલ
હાલોલના વડાતળાવ નજીક તા.20 એપ્રિલ સોમવારના રોજ એક બાઈક ચાલક વાછરડી સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો,જ્યારે ગાયની વાછરડીનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રમોદ પરમાર વડોદરા રોડ પર આવેલી ખાનગી કંપનીમા નોકરી કરતા હતા જે ગામમાં પ્રસંગ હોવાથી ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન અચાનક માર્ગ પર આવેલી ગાયની વાછરડી સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમા બાઈક ચાલકને માથાના ભાગે તેમજ હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી