હાલોલ: અડાદરા નજીક આવેલા વ્યાસની મુવાડી ગામે આધેડ વ્યક્તિનુ ઝાડ પરથી પગ લપસી જતા નીચે પટકાતા નીપજ્યુ મોત
વ્યાસની મુવાડી ગામે તા.12 એપ્રિલ રવિવારના રોજ સાજના સુમારે એક આધેડ વ્યક્તિનુ મોત નિપજતા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.44 વર્ષીય રમેશભાઈ પરમાર પશુઓ માટે ચારો કાપવા ઝાડ ઉપર ચડ્યા હતા દરમિયાન તેમનો પગ લપસી જતા તેઓ ઝાડ પરથી નીચે પટકાયા હતા ઈજાગ્રસ્ત રમેશભાઈને ખાનગી વધુ સારવાર માટે તેમને હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવ્યા હતા. જોકે ત્યા ટૂંકી સારવાર દરમિયાન તેમનુ દુર્ભાગ્યે મોત નિપજ્યું હતું