સુખસર: સુખસર પોલીસની મોટી સફળતા: 10 ખોવાયેલા મોબાઈલ અને ફ્રોડના રૂપિયા પરત અપાવ્યા
Sukhsar, Dahod | Sep 11, 2026
સુખસર પોલીસે CEIR પોર્ટલની મદદથી 10 ખોવાયેલા મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા છે. આ સાથે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોને 66 હજારથી વધુની રકમ પાછી અપાવી છે. સાયબર ફ્રોડ માટે 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવા પોલીસની અપીલ.