આણંદ: દિવ્યાંગ મતદારો માટે ચિખોદરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Anand, Anand | Apr 15, 2026 ભારત નિર્વાચન આયોગ દ્વારા આગામી ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-૨૦૨૬ને ધ્યાને રાખીને જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, નોડલ ઓફિસર (દિવ્યાંગ મતદારો) અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,આણંદ દ્વારા સંયુક્ત રીતે એક વિશેષ 'દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ' યોજવામાં આવ્યો હતો.