હાલોલ: કાકરાડુંગરી ગામે જમીન ઝઘડામાં લોહિયાળ મારામારી,વૃદ્ધને પાળિયાથી ઘા,જાનથી મારી નાખવાની ધમકી,પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી
હાલોલના કાકરાડુંગરી ગામમાં જમીન મામલે ઉગ્ર વિવાદ સર્જાયો હતો જેમા જમીન માપણીને લઈને થયેલા વિવાદમાં એક વૃદ્ધને માર મારી ગંભીર રીતે ઇજાઓ પહોંચાડતા સારવાર અર્થે હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવ અંગે પાવાગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.