ગોધરા: ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે ફોર વ્હીલ ચાલકે અકસ્માત સર્જતા આધેડનું મોત: કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામ પાસે ચામુંડા હોટલ નજીક ૧૪ ઓગસ્ટના રોજ અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકે પોતાની ગાડી બેદરકારીપૂર્વક હંકારીને રસ્તા પરથી પસાર થઈ રહેલા રમણભાઈ સોમાભાઈ રાવળને જોરદાર અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં રમણભાઈને માથા, ડાબા હાથ અને ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.મૃતકના પુત્ર કમલેશભાઈ રાવળની ફરિયાદના આધારે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ક