શહેરા: શહેરામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું હતું
શહેરા સહિત આસપાસ વિસ્તારમાં બપોર બાદ અચાનક પલ્ટો વાતાવરણમાં આવ્યો હતો અને જોતજોતામાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો,ત્યારબાદ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસવાનું શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી,પરંતુ કમોસમી વરસાદ ખેડૂતો માટે આશીર્વાદને બદલે આફત બનીને વરસ્યો હોય એમ લાગી રહ્યું છે,કારણ કે તેની સૌથી વધુ માઠી અસર ખેતી પર જોવા મળી હતી.