હાલોલ: હાલોલ વડોદરા રોડ પર ટેલરમાં કાર ઘૂસી સર્જાયો ગંભીર અક્સ્માત સર્જાયો,કારમાં સવાર બે મહિલાઓ ઈજાગ્રસ્ત
હાલોલ વડોદરા રોડ પર પોલીકેબ કંપનીની સામે તા.24 એપ્રિલ શુક્રવારના રોજ મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી.જેમાં ટેલરમાં કાર ઘૂસી જતા બે મહિલાઓ ઈજાગ્રસ્ત બની હતી વડોદરા તરફથી હાલોલ આવી રહેલી કાર અચાનક ટેલર સાથે અથડાઈ ગઈ હતી.આ અકસ્માતમા અલિયારપાર્ક ખાતે રહેતી રેખાબેન પટેલ અને વડોદરાની પ્રેક્ષાબેન વસાવા ઈજાગ્રસ્ત બન્યા હતા.બંનેને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.