શહેરા: મોરવાહડફ તાલુકાના સાગવાડા ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિર યોજાઈ હતી
વિકસિત ગુજરાત ૨૦૪૭ ના ધ્યેયને સાકાર કરવા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી મોરવાહડફ તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની પાંચ બેઠકોની સંયુક્ત જનકલ્યાણ શિબિર મોરવાહડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં સાગવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી,જેમાં આરોગ્ય, આવાસ, કૃષિ, પશુપાલન, શિક્ષણ અને સામાજિક સુરક્ષા જેવી મુખ્ય યોજનાઓની માહિતી અને લાભો આપવામાં આવ્યા હતા,સાથેસાથે સ્થળ પર જ વિવિધ યોજનાઓ