સુરત શહેર ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા ની અધ્યક્ષતામાં સોમવારે ટ્રાફિક અવર્નેસ કાર્યક્રમ યોજાયો હતો.શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે ખાસ આ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.જેમાં હાથમાં પ્લેકાર્ડ અને બેનર સાથે પોલીસ માણસો દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી જાગૃત કર્યા હતા.જ્યારે રોંગ સાઈડમાં વાહન હંકારતા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.આ સાથે જ ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે સ્ટોપ લાઇન ની અંદર વાહન ઉભુ રાખવા સૂચના આપી હતી.