હાલોલ: હાલોલ રૂરલ પોલીસે પ્રોહીબિશનના ગુનાનો છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા ફરાર આરોપીને ઝડપી પડાયો.
હાલોલ રૂરલ પોલીસના પીઆઇ વી.એચ.જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.તે મુજબ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમા પેટ્રોલિંગમાં જતી દરમ્યાન બાતમી મળી કે પ્રોહિબિશનના ગુનાનો આરોપી મયુર ઉર્ફે મયલો બુધેસીગ નાયક સારા હોટલ પાછળ પોતાના ઘરે હાજર છે.બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી પોતાના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.