સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સાંભખંડ ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT), સુરતના સંયુક્ત ઉપક્રમે અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે GeM (Government e-Marketplace) પોર્ટલની વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ કાર્યક્રમમાં SVNIT સુરતના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.વિક્રમ રાઠોડએ મુખ્ય વક્તા તરીકે GeM પોર્ટલ વિશે વિગતવાર માહિતી આપી હતી.