શહેરા: શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આશરે ૩૦ કિ.મી. સુધી ઈ-રિક્ષામાં મુસાફરી કરી ઇંધણ બચાવવા નાગરિકોને અપીલ કરી
પેટ્રોલ-ડીઝલની કટોકટી વચ્ચે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે એક અનોખી પહેલ કરી છે,તેમણે પોતાની મોંઘી ગાડી છોડીને સામાન્ય ઈ-રિક્ષામાં મુસાફરી કરી નાગરિકોને ઈંધણ બચાવવાનો સંદેશ આપ્યો છે. શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પોતાના નિવાસસ્થાન ચાંદણગઢ ગામથી એક સામાન્ય ઈ-રિક્ષામાં બેસીને શહેરા ખાતે આવેલા પોતાના ધારાસભ્ય કાર્યાલયે પહોંચ્યા હતા,જ્યાં કાર્યાલય ખાતે તેઓ નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા બાદ ફરીથી એ જ ઈ-રિક્ષામાં બેસીને શહેરાથી પંચમહાલ ડેરી સુધી પહોંચ્યા