લખપત: સરહદ ડેરી દ્વારા દૂધ શીત કેન્દ્ર ખાતે પશુપાલકો અને મંડળીના હોદ્દેદારોની બેઠક યોજાઈ
Lakhpat, Kutch | Apr 15, 2026 નખત્રાણા દૂધ શીત કેન્દ્ર ખાતે પશુપાલકો અને મંડળીના હોદ્દેદારોની બેઠક યોજાઈ નખત્રાણા દૂધ શીત કેન્દ્ર ખાતે સંલગ્ન મંડળીઓના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓની વિશેષ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ કાર્યક્રમમાં સરહદ ડેરીના અધિકારીઓ, રાજકીય-સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ડેરી ઉદ્યોગના વિકાસ અને પશુપાલકોના હિતલક્ષી વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.