હાલોલ: હાલોલ રામેશરા મુખ્ય માર્ગ પર નમી પડેલા જોખમી વૃક્ષો હટાવવા વાહનચાલકોની માંગ
હાલોલ તાલુકાના રામેશરા મુખ્ય માર્ગ પર પાનેલાવથી રામેશરા વચ્ચે રસ્તાની બંને બાજુએ આવેલા વિશાળકાય વૃક્ષોમાંથી કેટલાક વૃક્ષો મુખ્ય માર્ગ પર જોખમી રીતે નમી પડ્યા છે. ચોમાસા ના આરંભ થઈ ચૂક્યો છે ત્યારે ભારે પવન અને વાવાઝોડાને કારણે આ જોખમી વૃક્ષો ગમે ત્યારે ધરાશાયી થાય અને મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે