રૂપાખેડામાં યશોધરા વિદ્યાલયના નવીન ભવનનું ઉદ્ઘાટન, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના રૂપાખેડા ખાતે યશોધરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના નવીન ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, દાહોદના પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાલયના નવા ભવનનું ઉદ્ઘાટન થતાં સ્થાનિક વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવીન ભવનથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થવાની આશા છે.
ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણના વિકાસ અને વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.