હાલોલ: હાલોલ GIDC પાસે હિટ એન્ડ રન: બાઇકની ટક્કરે મહિલા ગંભીર ઘાયલ,પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
હાલોલ જી.આઈ.ડી.સી.માં એમ.જી.કંપની બહાર રોડ પર એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.પુરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી એક નવી, નંબર પ્લેટ વગરની મોટરસાયકલના ચાલકે રસ્તે ચાલતા જતા આધેડ મહિલાને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.જેને લઈને હાલોલ ટાઉન પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.જેની માહિતી આજે સોમવારના રોજ પ્રાપ્ત થઈ હતી