હાલોલ: હાલોલ નગર સહીત પંથકમાં હનુમાન જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી
હાલોલ નગર સહિત પંથકમા આજે ગુરુવારના રોજ હનુમાન જયંતી પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હનુમાન ભક્તો દ્વારા કરવામાં આવી હતી.જ્યારે હનુમાનજી ને સિંધુર, કાળા અડદ સહીત તેલ ચઢાવી અભિષેક કરી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.ચૈત્ર સુદ પૂનમ એટલે ભગવાન શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજી ના જન્મ દિવસ.આ શુભ દિને પ્રતિવર્ષે હનુમાન જયંતિ પર્વ ની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે.