શહેરા: ભદ્રાલા ગામમાં બે મકાનોને આગ લાગવાની ઘટનામાં થયેલ નુકશાન અંગે ગ્રામજન નરેન્દ્ર પટેલે આપી માહિતી
ભદ્રાલા ગામમાં બે મકાનોને આગ લાગવાની ઘટનામાં થયેલ નુકશાન અંગે ગ્રામજન નરેન્દ્ર પટેલે આપી માહિતી હતી.આગને કારણે બંને મકાનોમાં રહેલ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, અનાજનો જથ્થો અને સમગ્ર ઘરવખરી સહિતનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો,જેથી આ આગ લાગવાની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.