હાલોલ: હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,દિવસ દરમિયાન સાડા 3 ઇંચ વરસાદ, યમુના કાસમા કચરો ભરાતા તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા
હવામાન વિભાગ દ્વારા પંચમહાલ અને વડોદરા જિલ્લામાં આપવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે શુક્રવારે હાલોલ નગર અને સમગ્ર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી હતી. સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે