શહેરા: શહેરામાં સામાન્ય કાર્યકર્તાઓ વચ્ચે બેસી નાફેડના ચેરમેન અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો
શહેરા ખાતે આયોજિત ‘મન કી બાત’ કાર્યક્રમમાં નાફેડના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સામાન્ય કાર્યકર્તાઓ વચ્ચે બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો નિહાળ્યા હતા. ઉચ્ચ હોદ્દાઓ પર હોવા છતાં કાર્યકર્તાઓ સાથે સહજતાથી જોડાવાની તેમની સાદગી સૌ માટે પ્રેરણારૂપ બની હતી. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારે પણ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી ‘મન કી બાત’ નિહાળી હતી.