હાલોલ: હાલોલ બસ સ્ટેન્ડ પાસેથી ચોરાયેલી બાઇક સાથે એક આરોપી દેરાળાથી ઝડપાયો,હાલોલ ટાઉન પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
હાલોલ પોલીસમથક સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ તેજ કરી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બોટાદ જિલ્લાના દેરાળા ગામેથી જીવણ ઉર્ફે કમલેશ તુરસિંગ નાયક ને પકડી પાડવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે હાલોલ બસ સ્ટેશન પાસેથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.