દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે બે અલગ અલગ સ્થળોએ સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદના ગમલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૬ જુનના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ગમલા ગામેથી પસાર થતાં હાઈવે રસ્તા પરના ડીવાઈડર સાથે ફોર વ્હીલર ગાડી જાેશભેર અથડાવતાં ફોર વ્હીલર ગાડીમાં સવાર સુમિતભાઈ (રહે.મધ્યપ્રદેશ), રીતીકભાઈ, પવનભાઈ અને હરીશભાઈ ઉર્ફે બાબુભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ પૈકી સુમિતભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં સ્થાનીક પોલીસ ૧૦૮ ઈમરજન્સી એમબ્યુલંશ સેવા મારફતે સ્થળ પર દોડી ગઈ હતી જ્યાં મૃતક અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને લઈ ગયાં હતાં જ્યાં મૃતકના મૃતદેહને પીએમ માટે રવાના કરવાની સાથે સાથે ઈજાગ્રસ્ત�
Dohad, Dahod | Jun 12, 2026