હાલોલ: હાલોલમાં પૂ.પ.ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવની ઉજવણી કરાઈ,મોટી સંખ્યામા વૈષ્ણવો ઉમટ્યા
હાલોલના બસ સ્ટેન્ડ સામે આવેલ દ્વારકાધીશ હવેલી ખાતે તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પૂ.પ.ગોસ્વામી ૧૦૮ શ્રીવાગીશકુમારજી મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ની ઉજવણી આજે શુક્રવારના રોજ પુષ્ટિમાર્ગીય સમસ્ત કંઠીધારી વૈષ્ણવો દ્વવારા ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી.આ અમૂલ્ય અવસર ને લઇ નગર ના દ્વારકાધીશ હવેલી તેમજ છગન મગન લાલજી મંદિર આ બંને પુષ્ટિમાર્ગીય મંદિરો માં વિવિધ મનોરથોના દર્શન કરવામાં આવ્યા હતા.જેનો લાભ મોટી સંખ્યમાં ઉપસ્થિત વૈષ્ણવો એ લીધો હતો