હાલોલ: વિર શિરોમણી મહારાણા પ્રતાપજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ,ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર હાજર રહ્યા
માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર હિન્દૂ હૃદય સમ્રાટ વીર શિરોમણી મહારાણા પ્રતાપજી ની જન્મજયંતિ નિમિતે તા.9 મે શુક્રવારના રોજ સાજના સુમારે મહારાણા પ્રતાપ ચોક હાલોલ નગર ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તથા મયુરધ્વજસિંહજી પરમારની ઉપસ્થિત માં મહારાણા પ્રતાપજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.