શહેરા: ચુંટણી પ્રક્રિયાનો પ્રારંભ થતાં શહેરામાં નગરપાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયત માટે પ્રથમ દિવસે જ કુલ 191 ફોર્મ ઉપડ્યા
શહેરામાં પ્રથમ દિવસે જ નગરપાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ ૧૯૧ જેટલા ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો,જેની વાત કરીએ તો શહેરા નગરપાલિકાના ૭ વોર્ડની કુલ ૨૮ બેઠકો માટે ૯૧ ઉમેદવારી ફોર્મ ઉપાડ થયો હતો,જ્યારે શહેરા તાલુકાપંચાયતની ૨૮ બેઠકો માટે ૬૯ ઉમેદવારી ફોર્મ અને જિલ્લા પંચાયતની ૭ બેઠકો માટે ૩૧ ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હતું.