કાલોલ: ગૌવંશ કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ ઈન્સ્પેક્ટર તથા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
કાલોલના રામનાથ વિસ્તારના રહેવાસી નિરવકુમાર ગૌતમભાઈ પટેલ સહિત શહેર અને તાલુકાના અગ્રણી લોકો દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવી કાલોલ શહેર તથા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર ગૌવંશ કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.