ખરાડ ગામે લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા બે યુવકોની આજે ગુરુવાર ના રોજ હાલોલના મોટી ઉભરવણ ગામ નજીક બાઇક સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.