હાલોલ: હાલોલ પાવાગઢ રોડ પર કોર્ટના આવાસ માટેની સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા
હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલી અને કોર્ટના આવાસ માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન પરથી આજે શુક્રવારના રોજ વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.