શહેરા: શહેરા તાલુકાની ૭ મોટી ગ્રામ પંચાયતોના વિભાજન માટે દરખાસ્ત
શહેરા તાલુકાની ૭ મોટી ગ્રામ પંચાયતોના વિભાજનની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી,જેમાં ચારી ગ્રામ પંચાયતમાંથી ખૂટકર, બોરીયામાંથી કાટેડા, મોરમાંથી ઉંડારા, કોઠામાંથી આસુંદરિયા, વાડીમાંથી નવી વાડી, જૂની વાડી અને ડોડિયા, પાદરડીમાંથી ગોરાડા અને ધામણોદમાંથી ઠાકરીયા અલગ કરી નવી ગ્રામ પંચાયતો બનાવવાની દરખાસ્ત કરાઈ છે. આ દરખાસ્ત હવે અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે.