લખપત: કચ્છ જિલ્લામાં 28 જૂને પલ્સ પોલિયો અભિયાન: 0 થી 5 વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપાં પીવડાવવા કરાઈ અપીલ
Lakhpat, Kutch | Jun 27, 2026 કચ્છ જિલ્લામાં તા. 28 જૂન, 2026ના રોજ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પલ્સ પોલિયો અભિયાનનું સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના દરેક બાળકને પોલિયોથી સુરક્ષિત રાખવા માટે પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે.