ગોધરા: ગોધરાના પોલન બજારના પોલીસ ચોકી 7 સામે આવેલ મુખ્ય માર્ગની વચ્ચે આવેલો વીજ પોલ બન્યો અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાનું કારણ
ગોધરાના પોલન બજારના પોલીસ ચોકી 7 સામે આવેલ મુખ્ય માર્ગની વચ્ચે આવેલો વીજ પોલ બન્યો અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાનું કારણ, થાંભલો હટાવવા સામાજિક કાર્યકર વકીલ રમજાની જુજારા ની માંગ ગોધરા શહેરના હાર્દ સમાન અને મધ્ય ગુજરાતના સૌથી વ્યસ્ત વિસ્તારો પૈકીના એક એવા પોલન બજારના મુખ્ય માર્ગ પર આવેલો વીજ પોલ સ્થાનિકો અને વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. પોલીસ ચોકી નંબર 7ની સામે રસ્તાની બરાબર વચ્ચે આવેલો આ વીજ પોલ ટ્રાફિકની સમસ્યા સર્જવાની સાથે અકસ