હાલોલ: તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત અરજદારોના ગુમ થયેલા 13 મોબાઈલ શોધી પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
હાલોલ DYSP વી.જે.રાઠોડ તેમજ ટાઉન પોલીસ PI આર.કે.દેસાઈની સૂચના હેઠળ તેરા તુજકો અર્પણ અંતર્ગત હાલોલ પંથકમાં લોકોના ગુમ થયેલા મોબાઈલ સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારીઓએ ટેકનિકલ રીતે તપાસ હાથ ધરી પોલીસે 13 અરજદારોના ફૂલ 2,67,233 રૂ.ના મોબાઈલ પરત આપતા અને તેઓના મોબાઈલ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો