હાલોલ: હાલોલમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી,આકર્ષણ તાજીયાના ઝુલુસમા ભારે જનમેદની ઉમટી
પેગંબર હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પૌત્ર હઝરત ઇમામ હુસૈનની પવિત્ર યાદમાં હાલોલ નગરમાં મોહરમ પર્વની શ્રદ્ધાભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી આજે શુક્રવારના રોજ કરવામાં આવી હતી. આ નિમિત્તે નગરમાં પરંપરાગત રીતે તાજીયાનું ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.