નખત્રાણા: કોડકી ગામે રાજ્યપાલશ્રીએ અનુસૂચિત જાતિ પરિવાર સાથે માણ્યું સાદું ભોજન
કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ તાલુકાના કોડકી ગામે મગનભાઇ મહેશ્વરીના ઘરે પહોંચી પરિવાર સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલશ્રીએ પરિવારજનો સાથે આત્મીય વાતચીત કરી તેમના જીવન અને રોજગાર અંગે માહિતી મેળવી હતી. જુવારના રોટલા, ઘઉંની રોટલી, દુધી-મગનું શાક, કચ્ચુંબર અને છાશ જેવા પરંપરાગત ભોજનનો સ્વાદ માણતા રાજ્યપાલશ્રીએ પરિવારને લોકભવન ખાતે ભોજન માટે આમંત્રણ પણ આપ્યું હતું.