સુરતમાં BJP લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખનો પુત્ર ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો! 3.26 ગ્રામ MD જપ્ત
#SuratNews #SuratBreaking #DrugCase #MDDrug #PunaPolice #GujaratNews #DrugBust #SuratCrime #HotlineNews
સુરતમાં ડ્રગ્સ મામલે પુણા પોલીસની કાર્યવાહી સામે આવી છે. ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખના પુત્ર રેહાન અન્સારીની MD ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રેહાન અન્સારી નાસ્તાની લારી ચલાવતો હતો અને તેની પાસેથી નશો કરવા માટે રાખવામાં આવેલ 3.26 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે અંદાજે ₹9,780 કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
પોલીસ તપાસમાં રેહાન અન્સારી અગાઉ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. SOG દ્વારા બે વર્ષ અગાઉ રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં નવસારી બજારના નદીમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર મામલે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#suratbreaking #suratnews #drugcase #mddrugs #drugbust #punapolice #suratcrime #gujaratnews #suratpolice #drugsnews #hotlinenews
surat drug case, surat md drug case, surat drug bust, rehan ansari, rehan ansari surat, surat pune police, puna police surat, 3.26 gram md drug, md drug surat, surat crime news, surat breaking news, surat latest news, drug case surat, gujarat drug news, surat police action, SOG surat, rajasthan drug case surat, navsari bazar nadim, surat crime today, gujarati news, gujarat news, hotline news
Udhna, Surat | Oct 1, 2026